વડોદરા પોલીસને સાયબર ક્રાઇમમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માનિત કરાઈ

Update: 2016-12-18 10:57 GMT

વડોદરા પોલીસને ગુડગાંવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાયબર ગુનાના ઉકેલવામાં શ્રેષ્ઠ કામગીરી બદલ ભારત સાયબર કોપ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી.

2014માં આખા દેશમાં કરોડો રૂપિયાનું સાયબર કૌભાંડ કરનાર 6 લોકોની ગેંગને વડોદરા પોલીસે ઝડપી પાડી હતી જેમાં શહેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.ડી.પુવારે મહત્વની ભૂમિકા ભજવી હતી જેના માટે પી આઈ પુવાર આ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા જેઓ આ એવોર્ડ મેળવનાર ગુજરાતમાંથી માત્ર એક હતા.

ભારત માહિતી સુરક્ષા પરિષદ દ્વારા ભારત સાયબર કોપ એવોર્ડ શ્રેણી હેઠળ સાયબર ગુના ઉકેલવામાં સૌથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીને DSCI શ્રેષ્ઠતા એવોર્ડ આપવામાં આવે છે.

ગુજરાત પોલીસ માટે આ ખુબ જ સન્માન જનક બાબત છે તથા આનાથી અન્ય અધિકારીઓ પણ આવી જ કાર્યક્ષમ કામગીરી કરવા માટે પ્રેરાશે.

એવોર્ડ વિજેતા પીઆઇ એમ.ડી.પુવારનું વડોદરા પોલીસ કમિશનર મનોજ શશીધર અને અન્ય ટોચના અધિકારીઓ દ્વારા સન્માન કરવમાં આવ્યુ હતુ.

 

Similar News