વડોદરામાં વુડાનાં મકાન અપાવવાનાં બહાને છેતરપિંડી કરતો ભેજાબાજ ઝડપાયો

Update: 2017-10-16 11:51 GMT

વડોદરામાં વુડાનાં મકાન અપાવવાનાં બહાને મહિલાઓ સાથે છેતરપિંડી કરતા એક ભેજાબાજ શખ્સની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી.

વડોદરા શહેરમાં તેમજ આજુબાજુ જીલ્લામાં રહેતી મહિલાઓ પાસેથી વુડાનાં મકાન અપાવવાનાં બહાને સને 2013 થી આરોપી સંજય રામભાઇ પરમાર, પ્રકાશ નગીનભાઇ મકવાણા, ચંદ્રકાંત ઉર્ફે ચીકુ શંકરલાલ કનોજીયા, રમેશ હરીભાઇ રાઠોડ રહે. વડોદરાનાઓ એ કુલ રૂપિયા 9,42,500ની રકમ મેળવી લીધી હતી, અને છેતરપિંડી કરી હતી.

આ ચારેય આરોપીઓ સામે વાડી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. આ ગુનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાર આરોપીઓ પૈકીનો આરોપી ચંદ્રકાંત ઉર્ફે ચીકુ શંકરલાલ કનોજીયા રહે. ગાજરાવાડી બસ સ્ટેન્ડ સામે સાંઇબાબની ગલી વડોદરાની ધરપકડ કરી હતી.

જ્યારે અન્ય ફરાર આરોપીઓની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે.

 

Similar News