વધતી જતી ગરમીમાં લોન્ચ થયો ટેમ્પરેચર સેન્સિંગ સ્માર્ટ સિલીંગ ફેન!

Update: 2016-05-11 11:49 GMT

સમગ્ર દેશમાં આ વર્ષે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ થર્મોમિટરનો પારો 40ને પાર કરી ગયો છે. લોકો ગરમીથી હેરાન પરેશાન થઇ ગયા છે. આ વર્ષે ગરમીના કારણે એસી અને કુલરનું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

ત્યારે કેટલીક ઇલેક્ટ્રોનિક કંપનીઓ ગ્રાહકો માટે અવનવી પ્રોડક્ટ તૈયાર કરી રહી છે. જે ગરમીમાં લોકોને રાહત આપે. ક્રોમ્પ્ટન કંપનીએ ટેમ્પરેચર સેન્સિંગ સ્માર્ટ સીલિંગ ફેન લોન્ચ કર્યા છે. જેમાં તાપમાન પ્રમાણે ઓટોમેટિક સ્પીડમાં વધારો કે ઘટાડો થાય છે.

કંપનીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યા મુજબ વ્યાપક રિસર્ચ કર્યા બાદ આ પ્રકારનો નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે. કંપનીને આશા છે કે આ પંખો તેમના ગ્રાહકો માટે અનૂકુળ રહેશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં લોકો જ્યારે ગરમીથી હેરાન થઇ રહ્યા છે ત્યારે અમારી આ નવીન પ્રોડક્ટ તેમના માટે લાભદાયક રહેશે.

Similar News