વલસાડ : ડિવોર્સ બાબતે યુવકે યુવતી સાથે કરી 3 કલાક વાતચીત, જુઓ પછી કેવી ઘટનાને અંજામ આપ્યો..!

Update: 2020-09-07 16:38 GMT

વલસાડ શહેરના છોટુભાઈ પાર્કમાં યુવક  દ્વારા ડિવોર્સ બાબતે યુવતીના ઘરે જઈ તેણી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારે બાદ યુવકે પણ ટોયલેટ ક્લીનર પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ  હાથ ધરવામાં આવી છે.

વલસાડના છોટુભાઈ પાર્કમાં રહેતી ખુશ્બૂ પટેલ અને ધરમપુરના ખારવેલ ખાતે રહેતો પ્રતીક પટેલ બન્ને એક ખાનગી કંપનીમાં સાથે કામ કરતા હતા, ત્યારે બન્નેએ રજીસ્ટર મેરેજ કર્યા હતા. પરંતુ લગ્ન બાદ પણ બન્ને સાથે રહેતા ન હતા. જેના કારણે યુવતી દ્વારા યુવક પાસે ડિવોર્સની માંગ કરાઇ હતી, ત્યારે યુવક યુવતીના ઘરે ડિવોર્સ આપવાની બાબતે વાતચીત કરવા આવ્યો હતો. પરંતુ 3 કલાક સુધી વાત કર્યા બાદ પણ યુવક બહાર ન આવતા યુવતીના ભાઈ દ્વારા ટકોર કરવામાં આવી હતી. જે બાદ યુવક માત્ર 2 મિનિટ વાત કરવાનું કહી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી તીક્ષ્ણ હથિયાર વડે યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવતીના ભાઈ દ્વારા બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પણ ટોયલેટ ક્લીનર પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવક અને યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ વલસાડ પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

Tags:    

Similar News