વલસાડ: પતિએ પત્નીને આપી વોટ્સએપ પર તલાક

Update: 2019-06-17 14:41 GMT

વલસાડ જિલ્લામાં આવેલા ઉંમરગામ તાલુકાના સંજાણમાં રેહતી એક મુસ્લિમ મહિલાને તેનો પતિ, સસરા અને સાસુ શારિરીક માનસિક ત્રાસ આપી માર મારતા હતા. સાથે કુવામાં ફેંકવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણ વાર તલ્લાક તલ્લાક તલ્લાક લખીને વોટ્સઅપ પર મેસેજ આપતા મુસ્લિમ મહિલાએ પોતાના પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉંમરગામ તાલુકાના સંજાણ બંદર ખાતે રહેતી ફરિયાદી મહિલા ફરહીન જૈલુન જાવેદ કાલીયાએ તેના પતિ તોહમતદાર જૈલુન જાવેદ ઉમરમીયા કાલીયા,સસરા જાવેદ ઉમરમીયા કાલીયા અને સાસુ નફીસા વિરુદ્ધ ઉંમરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મહિલા પર શારીરિક માનસિક ત્રાસકરીને તેને અવાર નવાર માર મારતા હતા. સાથે જ મહિલાની નણંદને છોકરા થતા ન હોવાથી મહિલાનો છોકરો રફાનને દત્તક આપી દેવા જણાવતા તેણીએ દત્તક આપવાની ના પાડી હતી. ત્યારે મહિલાનો પતિએ તેણીની ગેરહાજરીમાં તેમજ સહમતી વિના મુસ્લિમ સમાજના સરીયત મુજબ ત્રણ વાર તલાક,તલાક,તલાક વોટ્સએપમાં મેસેજ મોકલ્યો હતો. પોલીસે તોહમતદાર પતિ જૈલુન જાવેદ ઉંમરમીયા કાલીયા, સસરા જાવેદ ઉમરમીયા કાલીયા અને સાસુ નફીસા વિરુદ્ધ IPC કલમ 498એ323,506(2)114 અને મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ )ઓડીનેશન 2018 સેક્સન 4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ઉંમરગામ પોલીસે હાથ ધરી છે.

Tags:    

Similar News