વાગરાના માજી સરપંચની ભાજપ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી પદે વરણી

Update: 2017-04-21 11:12 GMT

છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકરની ભૂમિકા ભજવતા વાગરાના માજી સરપંચ તેમજ સામાજિક કાર્યકર કાસમભાઈ એહમદ રાજ ઉર્ફે કાસમબાવાની ભાજપ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી પદે વરણી કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપ દ્વારા કોસંબાવાની લઘુમતી મોરચાના હોદ્દેદાર બનાવાતા તેઓના સમર્થકો અને કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યુ છે.તેઓ સતત આગળ વધે એવી તેઓના સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Similar News