વાઘોડિયા: પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો થયો વેડફાટ

Update: 2019-02-23 11:46 GMT

વાઘોડિયામાં પીવાની પાણીનું વહન કરતી પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જેના પગલે નગરજનોમાં સત્તાધીશો પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડીયા નગરમાં પીવાના પાણીનું વહન કરતી પાણીની લાઇનમાં કોઇક કારણોસર ભંગાણ સર્જાયું છે. સર્જાયેલા ભંગાણને પગલે પાણીનો નિર્થક બગાડ થઇ રહ્યો છે. એક બાજુ સરકાર દ્વારા જળનું જતન કરો, પાણી બચાવોના સુત્રો દ્વારા લોકજાગૃતિ માટે આહવાન કરાઇ રહ્યું છે.

ત્યારે વાઘોડિયામાં તંત્રની બેદરકારીના પગલે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે એના માટે જવાનદાર કોણ ? એવી પણ લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું છે. સત્તાધીશો દ્વારા પાણીની લાઇનમાં સર્જાયેલા ભંગાણનું સત્વરે સમારકામ હાથ ધરાય એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Similar News