વાલિયા ગામના સિલુડી અને ઝઘડિયા ચોકડી પર સર્કલના અભાવે અકસ્માતોની ઘટનાઓમાં થયો વધારો

Update: 2019-04-20 10:29 GMT

તંત્ર બંન્નેવ સ્થળે સર્કલ બનાવે તેવી લોકોની માંગ.

વાલિયા ગામની સિલુડી ચોકડી અને ઝઘડિયા ચોકડી પર બેફામ દોડતા વાહનોને પગલે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતા આ બંને ચોકડીઓ પર સર્કલ મુકવાની લોકો માંગ કરી રહ્યા છે.

વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે શુક્રવારના રોજ એકટીવા પર સવાર ત્રણ ભાઈ-બહેનને ટ્રક ચાલકે અડફેટમાં લેતા એક યુવતીનું ગંભીર ઈજાઓને પગલે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું જયારે ભાઈ-બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે અવારનવાર આ ચોકડી પર અકસ્માતની ઘટનાઓ બની રહી છે.

જયારે વાલિયા ગામની ચોકડી પર પણ અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે આ બંને ચોકડીઓ પર સર્કલના અભાવે વાહન ચાલકો પુરપાટ ઝડપે પસાર થાય છે જેને પગલે ચાર રસ્તા ઓળંગતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ ભોગ બની રહ્યા છે વાલિયા ગામની ઝઘડીયા ચોકડી પાસે સ્કુલ આવેલી છે જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે જે વિદ્યાર્થીઓ શાળાએ આવે અને ઘરે જતી વેળા ચોકડી પરથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે ત્યારે તંત્ર ત્વરિત યોગ્ય પગલા ભારે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

આ અંગે અગ્રણી કેસરીસિંહ સાયણીયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વાલિયા ગામની ઝઘડીયા ચોકડી પાસે શાળા-મહાશાળા આવેલી છે જ્યાં ત્રણ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે વાલિયા ગામની ઝઘડીયા ચોકડી પર ભૂતકાળમાં અનેક અકસ્માતની ઘટનાઓની પ્રકાશમાં આવી છે આ સ્થળે સર્કલની તાતી જરૂર છે જો સ્થળે સર્કલ બને તો અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે ઉપરાંત વાલિયા ની સિલુડી ચોકડી પર પણ અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે વાહન ચાલકો ફૂલ સ્પીડે પસાર થતા હોવાથી અકસ્માત વધ્યા છે આ બંને ચોકડી પર સર્કલની ખુબ જરૂર છે તંત્ર દ્વારા સર્કલ બનાવવા જ જોઈએ.

તો અગ્રણી લલિતભાઈ મોદીના કહેવા અનુસાર હું અંકલેશ્વરથી સવાર-સાંજ વાલિયા અપડાઉન કરું છું આ બે ચોકડીઓ પર મહિનામાં ત્રણ,ચાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે આવશ્યક છે કે બંને ચોકડીઓ પર સર્કલ બનાવવામાં આવે.

Tags:    

Similar News