વોલમાર્ટ-FDI નાં વિરોધમાં CAITનું ભારત બંધનું એલાન, વેપારીઓએ બંધ પાળ્યો

Update: 2018-09-28 04:46 GMT

આજે વહેલી સવારથી જ દુકાનોનાં શટર બંધ જોવા મળી રહ્યા છે.

દેશમાં એક તરફ નાના ટ્રેડર્સ માંડ પોતાનો ધંધો સેટ કરી રહ્યા છે ત્યારે જ વોલ્માર્ટ અને ફ્લિપકાર્ટ ડીલ ઉપરાંત રિટેલમાં એફડીઆઇને સરકાર સમર્થન આપતી હોવાથી નાના વેપારીઓનો મોટું નુકસાન થઈ શકે તેમ છે. આ ડિલના વિરોધમાં કનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.જેમાં ભરૂચ અને અંકલેશ્વરનાં ટ્રેડર્સ પણ જોડાયા હતા. આજે વહેલી સવારથી જ દુકાનોનાં શટર બંધ જોવા મળી રહ્યા છે.

[gallery data-size="large" td_select_gallery_slide="slide" ids="66954,66955,66956,66957,66958"]

આજરોજ રાજયભરનાં વેપારીઓ સાથે ભરૂચ-અંકલેશ્વરનાં વેપારીઓ આજે પોતાનો વેપાર-ધંધા બંધ રાખી હડતાળને સમર્થન આપી રહ્યા છે. જોકે અમદાવાદમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળવાની સંભાવના દર્શાવાયી હતી. જ્યારે રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ સહિતના શહેરોમાં વેપારીઓ બંધ પાળીને વિરોધ પ્રદર્શિત કરશે તેવી શક્યતાઓ સ્પષ્ટ જણાયી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના વેપારીઓ લાંબા સમયથી ભાજપની મજબૂત વોટ બેંક રહ્યા છે, પરંતુ આ વખતે કેન્દ્ર અને રાજ્યમાં બંને જગ્યાએ ભાજપની સરકાર છે ત્યારે વેપારીઓ શું કરશે તે જોવું રસપ્રદ રહેશે.

એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાના વેપારીઓ-ટ્રેડર્સને પ્રોત્સાહન આપવાની વાતો થઇ રહી છે. તો બીજી તરફ વોલ્માર્ટ અને ફ્લિપકાર્ટ ડીલને કારણે તેમના ધંધા ઠપ થઇ જાય તેવી નીતિ સરકાર અપનાવી રહી છે. વોલ્માર્ટ ડિલના વિરોધમાં ગુજરાતના આઠ લાખ સહિત દેશભરના સાત કરોડથી વધુ નાના વેપારીઓ-ટ્રેડર્સ એક જૂથ થઇ રહ્યા છે.

આગામી સમયમાં રાજ્ય સરકાર ફરીથી વાઈબ્રન્ટ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં મોટા પાયે ઉજવણી કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ બધાં આયોજનો વચ્ચે નાના વેપારીઓ પીસાઈ રહ્યા છે. જેથી નાના વેપારીઓનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, હડતાળની વચ્ચે પણ ભરૂચ-અંકલેશ્વરમાં દવાના સ્ટોર ખાસ કરીને સરકાર દ્વારા સંચાલિત જનઔષધિ સ્ટોર બંધમાં નહીં જોડાય। આ તમામ સ્ટોર ખુલ્લા રહેશે.

Tags:    

Similar News