સરકારે આયાત વેરો વધારતા સ્માર્ટફોન, ટીવી, એલઈડી લેમ્પ મોંઘા થશે

Update: 2017-12-16 05:27 GMT

વિદેશથી આયાત થતાં સ્માર્ટફોન્સ, ટેલિવિઝન સેટ, એલઈડી બલ્બ, માઈક્રોવેવ વગેરેમાં ઈમ્પોર્ટ ડયુટી વધારવામાં આવી છે. સ્થાનિક પ્રોડક્ટને માર્કેટ મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનો દાવો થયો હતો.

આ ઈમ્પોર્ટ ડયૂટીના વધારાથી સ્માર્ટફોન, ટીવી મોંઘા થશે. વિદેશી કંપનીના સ્માર્ટફોન, ટેલિવિઝન, માઈક્રોવેવ, એલઈડી બલ્બ સહિતની ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સમાં કસ્ટમ ડયૂટી વધારવામાં આવી છે. આયાત વેરો અલગ અલગ પ્રોડક્ટમાં 20 ટકા સુધી વધારવામાં આવ્યો હોવાની નાણા મંત્રાલયે જાહેરાત કરી હતી.

વિદેશથી આયાત થતાં સ્માર્ટફોનમાં 10 ટકાથી વધારીને આયાત વેરો 15 ટકા કરવામાં આવ્યો છે. તો ટેલિવિઝનમાં બમણો આયાત વેરો ઝીંકાયો છે. આ નિર્ણયથી વિદેશથી આવતા સ્માર્ટફોન, ટેલિવિઝન સેટમાં 20 - 25 ટકા સુધીની કિંમત વધશે એવો અંદાજ છે.

Tags:    

Similar News