સુરત: કીમ નજીક મૂળદ ગામે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર જીવંત વીજ ટ્રાન્સફોર્મરમાં ભટકાઈ

Update: 2019-09-15 07:47 GMT

સુરત જિલ્લાના કીમ નજીક આવેલ મૂળદ ગામના માર્ગ ઉપર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર વીજ ટ્રાન્સફોર્મરમાં ઘુસી ગઇ હતી, જોકે ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલ મૂળદ ગામ પાસે માર્ગ ઉપરથી કાર નંબર જીજે ૦૫ આરએફ ૭૨૧૨નો ચાલક કીમ તરફ આવી રહ્યો હતો, તે દરમ્યાન મૂળદ ગામની સીમમાંથી પસાર થતી વેળા કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર સીધી જીવંત વીજ ટ્રાન્સફોર્મરમાં ભટકાઈ હતી. અકસ્માત થતા વીજ ટ્રાન્સફોર્મરની પેટી, વીજપોલ તેમજ કારમાં નુકસાન થયું હતું. જોકે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માત સર્જાતા વીજ કંપનીના કર્મચારીઓને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, કાર ચાલક કીમની શાળાનો શિક્ષક હોવાનું લોકોમાં ચર્ચા જોવા મળી હતી. જોકે વીજ કંપની દ્વારા કાર ચાલક પાસેથી દંડ વસુલાતની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી.

Similar News