સુરત : ચૂંટણીમાં જીત મેળવવા ભાજપે શરૂ કર્યો વોરરૂમ, જુઓ શું છે વિશેષતા

Update: 2021-02-10 11:30 GMT

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા શહેર ભાજપ દ્વારા વોરરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 20થી વધુ લોકો ભાજપના પ્રચાર પ્રસારની કામગીરી પર નજર રાખશે.

સુરત મહાનહારપાલિકાની ચૂંટણી સામે શહેર ભાજપ દ્વારા ઉધના ભાજપા કાર્યાલય ખાતે વોરરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે શહેરના મતદારોની માહિતી,કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અને સોસીયલ મીડિયા પર ચાલતા પ્રચાર-પ્રસાર અંગેની માહિતી મેળવવા માટેનું એક કેન્દ્ર શહેર ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.જેમાં ડેટા એન્ટ્રી ,વિડીયો એડિટિંગ,ગ્રાફીક ડિઝાઇન સહિત નિષ્ણાત સ્ટાફ સાથે વોરરૂમ શરૂ કરવામાં આવ્યો છે..આ વોરરૂમની અંદર ખાસ લાઈવ સ્ટ્રીમિંગ કાર્યક્રમો કરવા અંગેની સુવિધા પણ ગોઠવવામાં આવી છે.આ સિવાય ન્યૂઝ ચેનલો પર પ્રસારિત થતાં રાજકીય કાર્યક્રમો પર નજર રાખવા ખાસ એલઈડી ટીવી પણ લગાડવામાં આવી છે.કુલ 20થી પણ વધુ લોકોનો સ્ટાફ આ વોરરૂમની અંદર કાર્યરત કરવામાં આવ્યો છે.ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા શરૂઆતથી કાર્યકર્તાઓને ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટેની હાંકલ કરવામાં આવી હતી. જે પહેલ ને શહેર ભાજપ પ્રમુખ દ્વારા આગળ ધપાવવામાં આવી છે.

Tags:    

Similar News