સુરત ને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવા માટે માંગ કરતુ SAAC

Update: 2017-01-16 09:35 GMT

સુરત ને આંતરરાષ્ટ્રીય કક્ષાની એર કનેક્ટિવિટી મળે તે માટે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા ઉચ્ચકક્ષા એ માંગ કરવામાં આવી છે,આ સુવિધા શરુ થતા ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ કક્ષા ના વેપાર તેમજ પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ડાયમન્ડ સીટી સુરત બધીજ રીતે વિકસિત હોવાછતાં હજી આ મોજીલા શહેર સાથે ક્યાંક અન્યાય થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે.કારણકે સુરત તેના હિરા વેપાર થકી વિશ્વ સાથે ડગ માંડી રહ્યુ છે,આ ઉપરાંત સુરત માંથી મોટી સંખ્યામાં વિદેશ પ્રવાસે જતા યાત્રીઓ છે,પરંતુ વિકાસની સર્વોચ્ચ શિખર સર કરી રહેલુ સુરત હજી પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની એરપોર્ટ સુવિધા થી વંચિત રહ્યુ છે.

સુરત એરપોર્ટ એક્શન કમિટી ના પ્રમુખ સંજય ઇઝાવાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સુરત ને ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ ની સુવિધા મળે તે માટે વર્ષ 2011 માં ગુજરાત સરકાર અને એવિએશન વિભાગ સાથે બેઠક કરી હતી અને રજુઆતો કરવામાં આવી હતી.તેમજ સુરત અને વડોદરા માટે ની આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના પ્રયાસ માં વડોદરા ને તેનો લાભ મળી ગયો છે,પરંતુ હજી પણ સુરત માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી.
દેશ વિદેશમાં ડાયમન્ડ ક્ષેત્રે નામના મેળવનાર સુરત ના વેપાર ઉદ્યોગને વધુ વેગવંતો બનાવવા માટે વહેલી તકે આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની સુવિધા મળે તેવી ઈચ્છા તેઓ વ્યક્ત કરી રહ્યા છે,ઉપરાંત ઇન્ટરનેશનલ ની સાથે દેશની મેટ્રો સીટી સાથે ની એર કનેક્ટિવીટી પણ મળે તેવી માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા કરવામાં આવી છે. સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ ની સાથે દેશની મેટ્રો સીટી સાથે ની ડોમેસ્ટીક એર કનેક્ટિવીટી પણ મળે તે હેતુથી ૨૬ મી જાન્યુઆરી ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે #SuratWantsToFly હેશટેગ સાથે વડા પ્રધાન @narendramodi ના Twitter એકાઉન્ટ મા માંગણી કરવામાં આવશે.

જાણવા મળ્યા મુજબ સુરત માંથી વર્ષ 2015-16 માં 4 લાખ થી વધારે યાત્રીઓએ વિદેશ પ્રવાસ કર્યો હતો જયારે 3 લાખ થી વધારે યાત્રીઓએ ડોમેસ્ટિક હવાઈ યાત્રા કરી હતી,જો સુરતને ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ ની સુવિધા મળશે તો યાત્રીઓની સંખ્યામાં વધારો થવાની સાથે સુરતના વેપાર ઉદ્યોગો ને પણ નવી ગતિ મળશે.⁠⁠⁠⁠

Tags:    

Similar News