હવેથી દેશના જવાનો વોટ્સઅપ દ્વારા પ્રમુખનો સીધો સંપર્ક સાધી શકશે

Update: 2017-01-28 09:06 GMT

સરકાર દ્વારા દેશના જવાનો માટે એક મોટુ કદમ ઉઠાવ્યુ છે જેમાં હવેથી જવાનો પ્રમુખ સાથે વોટ્સઅપ દ્વારા સીધો સંપર્ક સાધી શકશે.

છેલ્લા કેટલાક સમયથી દેશના જવાનો દ્વારા થઇ રહેલી ફરિયાદોને પગલે આર્મી ચીફ જનરલ બિપિન રાવતે એક નંબર 9643300008 રજુ કર્યો છે.જેના દ્વારા જવાનો પ્રમુખ જોડે સીધી જ વાત કરી શકશે.

આર્મી ચીફ જનરલે જણાવ્યુ હતુ કે વોટ્સઅપ પર વાયરલ થયેલા વીડિયોને કારણે અન્ય જવાનોનું મનોબળ ન તૂટે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી છે અને જવાનોને આ સિસ્ટમનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

 

Similar News