અમરેલી બેઠક પરથી ભાજપના નારણ કાછડીયાએ ભર્યું ફોર્મ

New Update
અમરેલી બેઠક પરથી ભાજપના નારણ કાછડીયાએ ભર્યું ફોર્મ

અમરેલી લોકસભામાં ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ આજે પોતાનુ નામાંકનપત્ર રજુ કર્યુ. સેંકડો કાર્યકરોની સાથે નારણ કાછડિયાએ રોડ શો અને સભા કર્યા બાદ ઉમેદવારી પત્રક ભરવા ગયા હતા.

વર્તમાન સાંસદ નારણ કાછડિયા અને લોકસભાના ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ આજે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી બીજા નેતાઓ અને કાર્યકરો સાથે રોડશો યોજ્યો હતો દરેક તાલુકા મથકો અને ગ્રામ્ય પંથક માંથી ખુબ મોટી સંખ્યા માં જનમેદની ઉમટી પડી હતી ત્યાર બાદ નારણ કાછડીયા ઉમેદવારીપત્રક ભરવા પહોંચ્યા હતા.

આ તબકે પરષોત્તમ રૂપાલા એ કોંગ્રેસ પક્ષ પર તેમની કાઠિયાવાડી ભાષા માં આકરા પ્રહારો કર્યા હતા.કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે કહેતા તેમને જણાવ્યું હતું કે તે એક પાર્ટીની પરંપરા છે.સાથે રાહુલ ગાંધી રમકડાંની મોટરમાં રમતા વિશે ભાષણ માં કરેલ ટિપ્પણી મુદ્દે સવા સો વર્ષ જૂની પાર્ટી છે તો રાહુલ બાળ મૂડમાં રાખતા હોવાનો ટોણો રૂપાલાએ માર્યા હતો.

Latest Stories