New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-257.jpg)
- ગડખોલ રેલ્વે ફાટક પર આજે બપોરના સમયે દુર્ઘટના સર્જાઈ
- બંન્નેવ તરફ વાહનોની લાભ કતાર લાગી,કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો
અંકલેશ્વરની અતિ વ્યસ્ત ગડખોલ રેલ્વે ફાટકની એન્ગલ તૂટી પડતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
અંકલેશ્વરમાં અતિ વ્યસ્ત એવી ગડખોલ રેલ્વે ફાટક પર આજે બપોરના સમયે દુર્ઘટના સર્જાઈ હતી. રેલ્વે ફાટક પરથી પસાર થતો ડી.જે.નો ટેમ્પો ફાટકની એન્ગલ સાથે ભટકાયો હતો. જેના કારણે એન્ગલ તૂટી ગઈ હતી. એન્ગલ તૂટી જતા ફાટકની બંને તરફ વાહનોની લાભ કતાર લાગી હતી અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા જ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે સમારકામ શરુ કર્યું હતું.