અંકલેશ્વર : GIDCમાં માનવ મંદિર નજીકથી થયેલ મોબાઈલની ચીલઝડપનો મામલો, પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો

અંકલેશ્વર : GIDCમાં માનવ મંદિર નજીકથી થયેલ મોબાઈલની ચીલઝડપનો મામલો, પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ માનવ મંદિર નજીક મોબાઈલની થયેલ ચીલઝડપના મામલમાં જીઆઈડીસી પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મેહુલ ઇનામદાર માનવ મંદિર નજીક આવેલ પોતાના મિત્રની દુકાન નજીક બેઠા હતા, તે દરમ્યાન તેઓનો અન્ય એક મિત્ર ઇકો કાર લઈને તેઓની પાસે જતાં હતા, ત્યારે નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલ 2 ગઠીયાઓએ મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. જેમાં પોલીસે 2 પૈકી એક ગઠિયાને મેઘમણી ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો. જે બાદ જીઆઈડીસી પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Bharuch #Ankleshwar #Mobile theft #Ankleshwar News #Bharuch News #Ankleshwar GIDC #Ankleshwar GIDC Police Station #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article