Connect Gujarat
Featured

અંકલેશ્વર : કોરોના સામેની લડાઈમાં સોસાયટીની અનોખી પહેલ

અંકલેશ્વર : કોરોના સામેની લડાઈમાં સોસાયટીની અનોખી પહેલ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની અંબે ગ્રીન સિટી સોસાયટીના રહીશો દ્વારા કોરોના સામેની લડાઈમાં અનોખી પહેલ કરવામાં આવી છે. સોસાયટી રહીશોએ સ્વજનો માટે કોવિડ સેન્ટર ઊભું કર્યું છે. જ્યાં સારવાર માટેની તમામ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. હવે કોરોના સંક્રમિત દર્દીઓનો ઈલાજ સોસાયટીના કોવિડ સેન્ટરમાં કરવામાં આવશે.

કોરોના મહામારીમાં જ્યાં કોરોના દર્દીઓ પાસે સ્વજનો પણ ઊભા રહેતાં ડરતા હોય છે, ત્યાં અંકલેશ્વર શહેરની અંબે ગ્રીનસીટી સોસાયટીમાં સ્થાનિકો દ્વારા કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં ઓક્સિજનથી લઈને તમામ દવાઓ સુવિધાઓ કરવામાં આવી છે. સોસાયટીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર પણ સોસાયટીના જ તબીબો કરી અનોખી માનવતા મહેકાવી રહ્યા છે.

સોસાયટીમાં અત્યારસુધીમાં 12 લોકોને હોમ કોરેન્ટાઈન કરી સાજા કરાયા છે તો બે દર્દીઓને કોવિડ સેન્ટરમાં સારવાર પણ આપવામાં આવી છે. આ સેન્ટર સોસાયટીના 1500 જેટલા રહીશો માટે આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાની અન્ય સોસાયટીના લોકો પણ પોતાની સોસાયટીમાં કોવિડ સેન્ટર અથવા આઇસોલેશન રૂમ ઉભો કરી આત્મરક્ષા કરે તો કોરોનાને નાઠી શકાય તેમ છે.

૩૦૦ મકાન અને ૧૫૦૦ સભ્યો ધરાવતી અંબે ગ્રીન સિટી સોસાયટીના રહીશોએ કોઈ સ્વજન કોરોના ગ્રસ્ત થાય અથવા સંપર્કમાં આવ્યા હોય તેમના માટે ત્રણ બેડવાળુ સેન્ટર ઉભું કર્યું છે. દર્દી માટે ટીવીની પણ સુવિધા કરવામાં આવી છે. દર્દીઓ પરિવારની નજીક જ રહી સારવાર મેળવી શકે તેવી વ્યવસ્થા અન્ય લોકો માટે પ્રેરણાદાયી બની રહી છે. ભરૂચ જિલ્લાની ઘણી હોસ્પિટલોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ને બેડ ન મળતાં હોવાના કારણે સોસાયટીના પ્રમુખ અને અન્ય સભ્યોને સોસાયટીમાં કોવિડ કેર સેન્ટર ખોલવાનો વિચાર આવ્યો હતો જે ખરેખર રહીશો માટે આર્શીવાદરૂપ સાબિત થયો છે.

Next Story