• અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં રજુઆત

  • શ્રમિક સંગઠન દ્વારા રજુઆત કરાય

  • શ્રમિકોને યોગ્ય વેતન ચૂકવવા માંગ

  • સરકારના નિયમો મુજબ વેતન ચૂકવવા રજુઆત

  • કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ માંગ

ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા અંકલેશ્વરના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને સરકારના ધારાધોરણો મુજબ વેતન ચૂકવવાની માંગ સાથે ઉદ્યોગ મંડળમાં રજુઆત કરવામાં આવી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા મજૂરોના હિત માટે ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. સંગઠને ઉદ્યોગ સંસ્થાઓને સરકાર દ્વારા નક્કી કરાયેલા ન્યૂનતમ વેતનના નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કર્યો છે. સંગઠન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 01/04/2026થી રાજ્ય સરકાર દ્વારા નવી દૈનિક વેતન પોલિસી અમલમાં આવી છે. આ પોલિસી હેઠળ મજૂરો માટે વિવિધ કેટેગરી મુજબ વેતન નક્કી કરવામાં આવ્યું છે:અનસ્કિલ્ડ કામદારો માટે દૈનિક ₹783 અને માસિક ₹20,358,સેમી-સ્કિલ્ડ માટે દૈનિક ₹868 અને માસિક ₹22,568,સ્કિલ્ડ માટે દૈનિક ₹958 અને માસિક ₹24,804 અને હાઇલી સ્કિલ્ડ માટે દૈનિક ₹1035 અને માસિક ₹26,910 વેતન ચૂકવવા સંગઠને જણાવ્યું છે કે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં અનેક કંપનીઓમાં હજુ સુધી આ નિયમોનું સંપૂર્ણ પાલન થતું નથી, જેના કારણે કામદારોને યોગ્ય વેતન મળતું નથી.આ ઉપરાંત, સંગઠને ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો માટે સુરક્ષા અને કલ્યાણની વ્યવસ્થાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.