અંકલેશ્વર: ચાણક્ય વિદ્યાલયમાં દિવાળીના પર્વની ઉજવણી,વિદ્યાર્થીઓએ રજૂ કરી સાંસ્કૃતિક કૃતિઓ
બાળકો તહેવારોથી અવગત થાય એ હેતુસર દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે શાળામાં નાટક,ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પર્વને ઉજવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં દિવાળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે શાળામાં નાટક,ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકો હિન્દૂ સંસ્કૃતિમાં આવતા તહેવારોથી અવગત થાય એ હેતુસર આ કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહયા હતા.
