/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/d6e8c46b-03d4-4912-8364-d2437e07a6a7.jpg)
હુમલાનો ભોગ બનેલા બે યુવાનોએ તાડફળિયાના 5 શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વરના ચૌટાનાકા પાસે ગણપતિ વિસર્જન યાત્રામાં નાચવા બાબતે થયેલી બોલાચાલી બાદ બે યુવાનો ઉપર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે તાડફળિયાના 5 શખ્સો વિરુદ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાયી હતી. જે પૈકી એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસ સુત્રીય માહિતિ મુજબ અંકલેશ્વર તાલુકાના નવા સક્કરપોર ગામે રહેતા હિરેન ઠાકોર પટેલ અને સંદીપ પટેલ બન્ને અંકલેશ્વર ખાતે ગણેશ વિસર્જનના દિવસે આવ્યા હતા. આ બન્ને યુવાનો ચૌટાનાકા પાસે નજીકના તાડફળિયાના ગણપતિ વિસર્જનયાત્રામાં જોડાયા હતા. હિરેન પટેલ અને સંદીપ પટેલ એસબીઆઈ બેન્ક પાસે તાડફળિયાના ગણપતિમાં નાચી રહ્યા હતા. તે દરમિયાન તાડફળિયામાં રહેતો વિજય દલપત વસાવાએ આ બન્નેને તમે અમારા ગણપતિમાં કેમ નાચો છો તમે બહાર ગામના છો. તેમ કહી બોલાચાલી થઇ હતી.
દરમ્યાન સંદીપ પટેલે બોલાચાલી કરવાની ના પાડતા વિજય વસાવાએ તલવાર વડે સંદીપ પટેલને માથાના ભાગે ઘા કર્યો હતો. આ અંગે હિરેન પટેલે વિજય વસાવા, ગોપાલ રાઠોડ, ઈશુ વસાવા, વિજય અને નરેશ વિરુદ્ધ શહેર પોલિસ મથકમાં ફરિયાદ નોંધવી હતી.આ ગુનામાં તાડફળિયાના વિજય વસાવાને શહેર પોલીસે ઝડપી પાડ્યો. વિજય વસાવા શહેર પોલીસના બે પ્રોહીબિશનના અને એક જુગારના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું.