Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ કંપનીમાં કામદારને ઈજાબાદ ESICને લઈ રઝપાટ, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી

અંકલેશ્વરઃ કંપનીમાં કામદારને ઈજાબાદ ESICને લઈ રઝપાટ,  કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી
X

કોન્ટ્રક્ટરે ESICના કાર્ડ નહીં બનાવતા 15 ફૂટ ઉપરથી પટકાયેલા કામદારને પેઈન ક્લિરનું ઇન્જેક્શન આપી ઘરે મોકલી આપ્યો

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સોલ્વન્ટ કંપનીના કોન્ટ્રકટ કર્મીનું ઈજાબાદ ESICને લઇ રઝપાટ કરવો પડ્યો હતો. 15 ફૂટ ઉપર થી પટકાયા બાદ ઇજા પામેલા કામદાર કોન્ટ્રાક્ટર દ્વારા પેઈન ક્લિર ઇન્જેક્શન આપી ધરે મોકલી આપ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ કામદાર લોહીની ઉલટી થતા ઇએસઆઈસી હોસ્પિટલમાં લઈ જતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. છેલ્લા 4 દિવસથી ઈલાજ માટે ભટકતા કમર્ચારીને કોન્ટ્રકટર દ્વારા મેડિકલ ફેસિલિટી આપવામાં પણ આનાકાની કરતા પરિવાર દ્વારા ઈલાજ રૂપિયા તેમજ ઇએસઆઈસીનો લાભના આપી પોલીસ ફરિયાદ પણ હજી સુધીના કરી હોવાની રાવ હતી.

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં કે.કે. કોન્ટ્રકટમાં કામ કરતા કામદાર સાહેન્દ્ર કુમાર રાય શનિવારના રોજ કંપની 15 મીટર ઉપર થી નીચે પટકાતા શરીરે મૂઢ માર વાગ્યો હતો. અને શરીરના અંદર ગંભીર ઇજા પહોંચી હતી. જેને કોન્ટ્રક્ટર દ્વારા માત્ર દુખાવાનું ઇન્જેક્શન આપી ધરે મોકલી આપ્યો હતો. જે રાત્રીના અચાનક ઉલટી થતા ઈ.એસ.આઈ.સી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી તેને ખાનગી સ્વસ્થામા હોસ્પિટલમાં રીફર કરી દીધો હતો. જ્યા કોન્ટ્રક્ટર દ્વારા જરૂરી સારવાર ના કરાવી રહ્યા હોવાની રાવ પરિવારે કરી હતી.

એટલુંજ નહિ પરિવાર દ્વારા ઇએસઆઈસીનો લાભ પણ નથી આપ્યો અને તેનો કાર્ડ પણ કોન્ટ્રાક્ટરએ બનાવ્યો નથી. એટલુંજ નહિ આ બાબતે હોસ્પિટલ કે કોન્ટ્રક્ટર દ્વારા પોલીસને પણ જાણ સુધ્ધાં કરી નથી. આજે લોહીની જરૂર છે. છતાં કોન્ટ્રક્ટર હજી સુધી કોઈજ મદદ ના કરી રહ્યા હોવાનો પરિવારનો આક્ષેપ હતો.

હોસ્પિટલમાં તબીબી ડૉ રત્નાકરે જણાવ્યું હતું કે, જે સમયે પેસન્ટ આવ્યું હતું ત્યારે તે સારી હાલત હતી હાલ ગંભીર છે. પોલીસને શરત ચૂક થી જાણ કરાય નથી જે કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું. આ મુદ્દે કોન્ટ્રક્ટર મીડીયા સમક્ષ સામે આવાનું ટાળી ઉલટા કામદાર પરિવારને મીડીયા અને પોલીસને જાણ કેમ કરી તેમ કહી ધમકાવાની કોશિષ કરી હતી.

Next Story