અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ કંપનીની યશકલગીમાં વધારો, એમડી એમ.એસ. જોલી “ભરૂચ રત્ન” એવોર્ડથી સન્માનિત

0

દેશનું 71મું પ્રજાસત્તાક પર્વ પ્રોલાઇફ ગૃપ ઓફ કંપનીઝ માટે ખુશીના સમાચાર લઇને આવ્યો હતું. પ્રોલાઇફ ગૃપ ઓફ કંપનીઝના મેનેજીંગ ડીરેકટર એમ.એસ. જોલીને ભરૂચ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

અંકલેશ્વરની પ્રોલાઇફ ગૃપ ઓફ કંપનીઝના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી સામાજીક, શૈક્ષણિક અને મનોરંજનના ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન આપી રહયાં છે. શૈક્ષણિક ક્ષેત્રની વાત કરવામાં આવે તો જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓને આધુનિક પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવી રહયું છે. મનોરંજનના ક્ષેત્રમાં પ્રોલાઇફ ગૃપે પ્રોલાઇફ એન્ટરટેઇન્મેટથી પર્દાપણ કર્યું છે. કંપનીએ અત્યાર સુધીમાં રતનપુર અને ગુજરાત -11 જેવી બે હીટ ગુજરાતી ફીલ્મોને દર્શકો સુધી પહોંચાડી છે. વ્યવસાયની સાથે સમાજ સેવામાં પણ એમ.એસ.જોલી અગ્રેસર રહયાં છે. તેમના યોગદાનને બિરદાવીને તેમને ભરૂચ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયાં છે. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજીત સમારંભમાં તેમના વતી તેમના પુત્ર કરણ જોલીએ એવોર્ડ સ્વીકાર્યો હતો. 

પ્રોલાઇફ કોમ્યુનીકેશનના સીઇઓ અને દેશમાં સોશિયલ મિડીયા પર ડોકટરેટની પદવી મેળવનારા ડૉ. ખુશ્બુ પંડયાને પણ ભરૂચ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે. બે એવોર્ડ પ્રાપ્ત થતાં કંપનીની યશકલગીમાં વધારો થયો છે. ભરૂચ રત્ન એવોર્ડ મેળવનારા ડૉ. ખુશ્બુ પંડયાએ જણાવ્યું હતું કે, મને મારા પરિવાર અને મિત્રો તરફથી મળેલી આઝાદીના કારણે મારે જીવનમાં જે કરવું હતું તે કરી શકી છું અને તેનો મને આનંદ છે. જીવનમાં આગળ વધવા માટે હંમેશા ઉંચા સ્વપન જોવા જોઇએ અને તેને સાકાર કરવા સખત મહેનત કરવી જોઇએ. સહારા મેમોરીયલ ટ્રસ્ટ અને જીએનએસ ન્યુઝના ઉપક્રમે ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારા 24 વ્યકતિ વિશેષને એવોર્ડ એનાયત કરાયાં હતાં. એવોર્ડ વિતરણ સમારંભમાં  જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાલા, ચેનલ નર્મદાના ડીરેકટર નરેશ ઠકકર, હરીશ જોશી, સીટી ચેનલના ડીરેકટર હાફીઝ શેખ, જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી યોગેશ પારીક, જાણીતા પત્રકાર વાસીમ મલીક, ફીલ્મ અભિનેત્રી પાયલ પાટીદાર સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here