-
અંકલેશ્વરના ઉદ્યોગોઅંતે ખુશીના સમાચાર
-
CEPT પ્રોજેકટને અપાય મંજૂરી
-
જીપીસીબી દ્વારા મંજૂરી અપાય
-
ઉદ્યોગકારોએ ગાંધીનગરના કર્યું હતું આંદોલન
-
ઉપવાસ આંદોલન બાદ અપાય મંજૂરી
અંકલેશ્વર: ઉદ્યોગકારોનું ઉપવાસ આંદોલન ફળ્યું, GPCB દ્વારા CEPT પ્રોજેકટને અપાય મંજૂરી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસો.ના લાંબા સમયના વિરામ બાદ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ CETP પ્રોજેકટને સીસીએ મંજૂરી આપવામાં આવતા ઉદ્યોગ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ | સમાચાર
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસો.ના લાંબા સમયના વિરામ બાદ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ CETP પ્રોજેકટને સીસીએ મંજૂરી આપવામાં આવતા ઉદ્યોગ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
અંકલેશ્વરના ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવતા ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનને CETP પ્રોજેક્ટ માટે જરૂરી CCA પરવાનગી પાંચ વર્ષ માટે મંજૂર કરવામાં આવતા અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં હર્ષ અને રાહતની લાગણી વ્યાપી ગઈ હતી.
લાંબા સમયથી બાકી રહેલી CCA મંજૂરી મળતા અંકલેશ્વર ઉદ્યોગ વસાહતના ૫૦૦ થી વધુ MSME ઉદ્યોગોને હવે વિકાસ અને વિસ્તરણ માટે નવી તકો ઉપલબ્ધ બનશે. પર્યાવરણના ધોરણોનું પાલન સરળ બનતા ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવા રોકાણોને પ્રોત્સાહન મળશે તેવી ઉદ્યોગકારોમાં આશા વ્યક્ત થઈ રહી છે.ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉદ્યોગ સંસ્થાઓએ જણાવ્યું કે CETP પ્રોજેક્ટ કાર્યરત થવાથી પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બનશે અને ઉદ્યોગ વિકાસ સાથે પર્યાવરણ સુરક્ષાનું સંતુલન જળવાઈ રહેશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષથી CCA મંજૂરી ન મળવા મુદ્દે ઉદ્યોગકારોએ અગાઉ ગાંધીનગર ખાતે આંદોલન અને ઉપવાસનો માર્ગ અપનાવ્યો હતો ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાથી ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો.તંત્ર સાથેની ચર્ચા અને અનુસંધાન બાદ અંતે મંજૂરી મળતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
