અંકલેશ્વર ઔદ્યોગિક એકમોને પાણીની અછતના પગલે લાખોનું નુકશાન

New Update
અંકલેશ્વર ઔદ્યોગિક એકમોને પાણીની અછતના પગલે લાખોનું નુકશાન

અંકલેશ્વર ઔદ્યોગિક એકમ કે જે એશીયાનો સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. જેમાં ૧૫૦૦ કરતા પણ વધારે ઔદ્યોગિક એકમો આવેલા છે અને તેને કેમિકલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે.હાલમાં તમામ ઔદ્યોગિક એકમોનું પ્રોડકશન ઓછું થઈ રહ્યું છે.તેનું મુખ્ય કારણ છે પાણીની અછત.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ૪૨ એમ.એલ.ડી. પાણીની ખપત છે.જેની સામે હાલમાં ફક્ત ૧૦ એમ.એલ.ડી. પાણી જ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જી.આઇ.ડી.સી.) દ્વારા પુરૂં પાડવામાં આવી રહ્યું છે. આ અંગે કનેકટ ગુજરાત દ્વારા ઉદ્યોગ પતિ એમ.એસ.જોલી સાથે કરેલ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે,પાણીના પ્રોબ્લેમ ના કારણે ફેકટરીમાં પ્રોડક્શન ધીમુ પડ્યું છે. જેટલા પાણીની પ્રોડક્શના માટે જરૂરીયાત છે તે મળી રહ્યું નથી. છેલ્લા બે થી ત્રણ મહિનાથી ગરમી વધી છે, ત્યારથી જ પાણીની તંગી વર્તાઇ રહી છે બાકી પહેલાં કોઇ પ્રોબ્લેમ ન હતો. અમારી ટોટલ રીક્વાયરમેન્ટ ૪૨ એમ.એલ.ડી.ની છે પરંતુ તેની જગ્યાએ જી.આઇ.ડી.સી દ્વારા માત્ર ૧૦ એમ.એલ.ડી. પાણી જ અપાય છે.જે ઉદ્યોગોને પ્રોડકશન માટે ૨૪ કલાક પાણી મળવું જોઇએ તેના સ્થાને માત્ર ૮ કલાક જ પાણી મળે છે.જેના કારણે પ્રોડક્શન ધીમું થયું છે.

આવા સંજોગોમાં જ્યારે ગરમી આટલી ચરમ સીમાએ પહોંચી છે, ઉદ્યોગોમાં કેમિકલા રીયેક્સન માટે બરફની પણ તાતી જરૂરીયાત પડતી હોય છે અને બીજી સિઝન કરતા ગરમીની સિઝનમાં બરફની જરૂરીયાત વધારે પડતી હોય છે અને પાણીની અછત હોવાના કારણે બરફ ફેકટરીઓ પણ પ્રોડકશન માટે બહારથી પાણી પોતાનો ઉદ્યોગ ચલાવી રહ્યા છે.

હાલના સંજોગોમાં જી.આઇ.ડી.સીના અધિકારીઓ ચુંટણી કામગીરીમાં વસ્ત છે.તેથી તેઓ ઉદ્યોગોને પાણી મળે છે કે કેમ તેની પણ દરકાર લેવા તૈયાર નથી.આવા સંજોગોમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોશીયેસન ઉદ્યોગોના સપોર્ટમાં આવી છે.પાણીની અછતને પહોંચી વળવા તેઓ દ્વારા ૯ જેટલા બોર ખોદાવ્યા છે અને ૬ જેટલા નવા બોર ખોદાવવાની પરવાંગી સરકાર પાસે માંગી છે.

Latest Stories