New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/vlcsnap-5161-11-15-22h28m20s612.png)
અંકલેશ્વર રૂરલ વિસ્તારની હદમાં આવેલ ખરોડ ગામની સીમમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનની ડેડ બોડીનો કબજો લઇ અંકલેશ્વર શહેર નગરપાલિકા સરકારી હોસ્પિટલ ખાતે યુવાનની ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આ યુવાનનું નામ શૈલેષકુમાર ભીખાભાઈ હોય એવું જાણવા મળ્યું હતું આ યુવાનની ઉંમર આશરે ૨૮ થી ૩૦ ની વચ્ચે હોય એવું પણ જાણવા મળ્યું હતું. હાલ આ યુવાને કયા કારણોસર મૃત્યુ પામેલ છે તેની તપાસ કરવામાં આવી નથી. હાલ તેના વાલી વારસદારોને પોલીસ દ્વારા જાણ કરવામાં આવતા વારસદારો ઘટનાસ્થળે આવી ડેડ બોડી નું કબજો મેળવ્યો હતો. આ યુવાન રાજપીપળાનો હોય તેવું જાણવા મળ્યું હતું.