/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/seva-setu-kosamdi-3.jpg)
મંત્રીએ રાજ્ય સરકારની કેટલીક યોજનાઓ વિશે માહિતી આપી હતી
અંકલેશ્વર તાલુકામાં કોસમડી, જીતાલી, સેંગપુર, ભરણ, ભડકોદરા સિહતનાં ક્લસ્ટર માટે આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કોસમડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી ઈશ્વરસિંહે આ તબક્કે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રે અનેક જનહિતલક્ષી નિર્ણયો લીધા છે. જેના સારા પરિણામો આજે આપણે સહુ જોઈ શકીએ છીએ. આ તબક્કે મંત્રીએ રાજ્ય સરકારની કેટલીક યોજનાઓ વિશે માહિતી આપી હતી. અને તેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત જનતાને અપિલ કરી હતી.
આ તબક્કે ઉપસ્થિત ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમ થકી નાગરિકોની રજૂઆતોનો ઘર આંગણેજ ઉકેલ લાવી રાજ્ય સરકારે વહીવટમાં પારદર્શી પ્રશાસનની નાગરિકોને પ્રતિતિ કરાવી છે. આ પ્રસંગે પ્રાંત અધિકારી રમેશ ભગોરા, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ વિભાગોનાં અમલીકરણ અધિકારીઓ, તલાટીઓ અને ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.