અંકલેશ્વર : પાલિકામાં પાર્કિંગના અભાવે જનતા પરેશાન

New Update
અંકલેશ્વર : પાલિકામાં પાર્કિંગના અભાવે જનતા પરેશાન

છેલ્લા ઘણાય વર્ષો થી અંકલેશ્વર નગરપાલિકામાં પાર્કિંગની સમસ્યા વર્તાઇ રહી છે.અંકલેશ્વરના હાર્દ સમા વિસ્તારમાં આવેલ આ નગરપાલિકા પરિસરમાં હજી સુધી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી અને નગરપાલિકામાં આવનાર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ બાબતે કનેક્ટ ગુજરાત સાથેની વાતમાં નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહે જણાવ્યું હતું કે, કેટલાક લોકો દ્વારા નગરપાલિકાના પાર્કિંગ પર કબ્જો કરવામાં આવ્યો છે. જેને પોલીસ પ્રોટેકસન મેળવીને દૂર કરવામાં આવશે. ત્યાર બાદ જનતાને પાર્કિંગની સગવડ મળશે. ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે આટલા વર્ષોમાં નગરપાલિકાએ આ ગેરકાયદે કરાતું દબાણ કેમ ન હટાવ્યું..?

Latest Stories