Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ સિક્યુરીટી એજન્સી દ્વારા લઘુતમ વેતનધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત

અંકલેશ્વરઃ સિક્યુરીટી એજન્સી દ્વારા લઘુતમ વેતનધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત
X

નગર પાલિકાની કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા અન્ય લાભો પણ ન આપી અપુરતું વેતન અપાતું હોવાનો આક્ષેપ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વિવિધ સ્થળે સિક્યુરિટી માટે વર્ષા ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અને આ કોર્ટાક્ટર દ્વારા 39 જેટલાં સિક્યુરીટી ગાર્ડ રોકવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા લઘુતમ વેતન ધારાની અમલવારી કરવામાં આવતી નથી તેવી ફરિયાદ લઈને જીઆઈડીસી એમ્પ્લોઈઝ યુનિયનના નેજા હેઠળ નગર પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

નગર પાલિકા ચીફ ઓફિસરને પાઠવાયેલા આવેદનમાં જણાવ્યું છે કે, વર્ષા ઈન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા હાલમાં 39 જેટલાં સીક્યુરીટી ગાર્ડ રોકવામાં આવ્યા છે. જેઓ પાસેથી 30 દિવસનું કામ લેવામાં આવે છે પરંતુ રજાનાં દિવસનું મેહનતાણું કાપી લેવામાં આવે છે. સાથો સાથ સરકારનાં લઘુતમ વેતન ધારાનો પણ અમલ નથી કરવામાં આવતો. તો તેમને પગાર સ્લીપ, હક્ક રજા, ઓળખકાર્ડ, હક્કરજાના નાણા વગેરે લાભ આપવામાં આવતા નથી. વળી લઘુતમ વેતન ધારાની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરવામાં આવે છે. અને ઓછુ મેહનાતણું ચૂકવાય છે. જેથી યોગ્ય કાર્યવાહી સાથે લઘુતમ વેતન ધારાની અમલવારી માટે લેખિતમાં રજૂઆત કરી છે.

Next Story