અંકલેશ્વર : પાનોલીની કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, અંકલેશ્વર-પાનોલીના ફાયર ફાઇટરો દોડ્યા

New Update
અંકલેશ્વર : પાનોલીની કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, અંકલેશ્વર-પાનોલીના ફાયર ફાઇટરો દોડ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીની સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં 5થી વધુ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે હાલ રસાયણિક પ્રક્રિયા દરમ્યાન આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં બુધવારના રોજ બપોરના સમયે રસાયણિક પ્રક્રિયા દરમ્યાન એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને હવામાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે આગ વિકરાળ બનતા આગની ચપેટમાં કંપનીનું ગોડાઉન પણ આવી ગયું હતું.

સમગ્ર બનાવની જાણ થતા જ અંકલેશ્વર DPMC અને પાનોલીના 5થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોચ્યા હતા. જેમાં પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી લગભગ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ અંકલેશ્વર તાલુકા પોલીસ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોચી તપાસ ચલાવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન સ્પાર્ક થતા આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Read the Next Article

ચૂંટણી અગાઉ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને આપી મોટી રાહત, બિહારમાં 125 યુનિટ વીજળી મફત મળશે

ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે.

New Update
ggggguj

ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે હવે 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. 

વાસ્તવમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના સત્તાવાર x હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે "અમે શરૂઆતથી જ દરેકને સસ્તા દરે વીજળી પૂરી પાડી રહ્યા છીએ. હવે અમે નિર્ણય લીધો છે કે 1 ઓગસ્ટ, 2025થી એટલે કે જૂલાઈના બિલથી રાજ્યના તમામ વીજ ગ્રાહકોને 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. આનાથી રાજ્યના કુલ 1 કરોડ 67 લાખ પરિવારોને ફાયદો થશે." બિહારમાં દરેક જગ્યાએ સોલાર પેનલ લગાવવામાં આવશે

CM નીતિશ કુમારે આગળ લખ્યું હતું કે, "અમે એ પણ નક્કી કર્યું છે કે આગામી ત્રણ વર્ષમાં આ બધા ઘરેલુ ગ્રાહકોની સંમતિ લઈને તેમના ઘરની છત પર અથવા નજીકના જાહેર સ્થળે સૌર ઉર્જા પ્લાન્ટ લગાવીને લાભ આપવામાં આવશે.