ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પેરોલ, ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ડ્રાઇવ રાખવા આપેલ સુચનાને આધારે પેરોલ ફર્લો સ્કોર્ડના પી.આઈ. એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડની ટીમ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે મધ્ય પ્રદેશ રાજ્યમા તપાસમા ગયેલ હતા.તે દરમ્યાન મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના બાઈક ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી રેવિનભાઇ બચલીયાભાઈ અવાસિયા ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર: પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે GIDC પોલીસ મથકના બાઈક ચોરીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ
બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના બાઈક ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |
