/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/04174813/f-e1607084308804.jpeg)
ગત તારીખ ૨૯ ઓકટોબરના રોજ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સુરતના નાનપુરા વિસ્તારમાં માછીવાડ માં રહેતા રાજેન્દ્ર રતીવાલા પાસેથી અંકલેશ્વરના ભેજાબાજોએ સો-સો ગ્રામના સોનાના બિસ્કિટ મંગાવ્યા હતા. અગાઉ પણ કમિશન પેટે સોનાના બિસ્કિટ આ વેપારીએ આ ભેજાબાજો ને ત્રણ વખત આપ્યા હતા. જોકે 29 ઓક્ટોબરે અંકલેશ્વરની ખોડીયાર હોટલમાં બોલાવી સોનાના બિસ્કિટ મેળવ્યા બાદ તેમને પૈસાના બેગ આપ્યા હતા આ વિસ્તારમાં લૂંટ વધુ થતી હોવાનું કહી બેગ ન ખોલવાનું કહી ૧૧ લાખની જગ્યાએ 10 અને 20 ની ચલણી નોટો મળી ફક્ત 12,000 જેટલી રકમ આપી દસ લાખ કરતા વધુની છેતરપિંડી કરતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને ફરિયાદી આપેલ નામો મુજબ તપાસ કરી બે આરોપીની અટકાયત કરી છે. જોકે આરોપી કાનૂની દાવપેચ જાણતો હોય અને ઈ પી કો કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૨૦બી હેઠળ કોર્ટમાંથી સહેલાઈથી જામીન મળી જશે તે અંગે જાણકાર હોવાને પગલે હાલ રિમાન્ડ પૂરા થવા છતાં પોલીસને કોઇ મજબૂત કડી મળી નથી હાલ પોલીસે આ મુદ્દે તપાસ કરી રહી છે અને આગામી દિવસમાં વધુ ખુલાસો બહાર આવવાની શક્યતા છે.