Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમ યોજાયો, વિધાનસભા અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરઃ એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો, વિધાનસભા અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત
X

જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એ.આઈ.એ હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમ

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત એ.આઈ.એ હોલ ખાતે જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'એક શામ, શહીદો કે નામ' નો કાર્યકામ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે નગરજનોને સંબોધતા જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે હંમેશાં તહેનાત રહેતા આપણા સુરક્ષા જવાનોને પણ એક પરિવાર હોય છે. ત્યારે દેશની સુરક્ષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દેનાર જવાનો માટે પણ આપણે સૌએ કંઈક કરવું જોઈએ. જે આ પ્રકારનો કાર્યક્રમ અંકલેશ્વર ખાતે થઈ રહ્યો છે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

શહીદોની યાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકારો અશોક મિશ્રા, અશન કુરેશી અને વીઆઈપી તરીકે નામના ધરાવતા કલાકારોએ લોકોને હાસ્ય પીરસ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન એલ.બી. પાંડે, સુમિત પાંડે, અનુરાગ પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં સન્ની સિંઘ, ચિંતન રૂપારેલીયા, વિરપાલસિંહ અટોદરિયા, જયેન્દ્રસિંહ, વિજય સિંહ, બ્રજેશ રાય, રાકેશ પાન્ડે અને વેંકટ ક્રિષ્નાએ સહયોગ પુરો પાડ્યો હતો.

Next Story