Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર સુથાર ફળીયામાં ચલણી નોટોથી શણગારાયા શ્રીજી

અંકલેશ્વર સુથાર ફળીયામાં ચલણી નોટોથી શણગારાયા શ્રીજી
X

રૂપિયા ૧ થી માંડી ૨૦૦૦ સુધીના ચલણથી કરાયો ગણેશનો શણગાર

ગુજરાતમાં ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગણપતિજીની વિવિધ પ્રકારે આરાધના અને ભક્તિ કરવામાં આવે છે. ગણપતિના પંડાલોમાં વિવિધ પ્રકારે ગણેશજી ને શણગારીને સજાવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરમાં સુથાર ફળીયા યુવક મંડળના ગણેશજીને અનોખી રીતે શણગારાતા લોકાર્ષણનું કેન્દ્ર બનયા છે.

જેમાં ચલણી નોટોના વિવિધ આકારમાં વાળી રૂપીયા એક થી લઈને બે હજાર સુધીની ચલણી નોટોથી તેમજ સિક્કાઓનો ઉપયોગ કરી ૪૦ દિવસની જહેમત બાદ ગણેશજીને નવાજવામાં આવ્યા છે એક નવાજ હેતુ સાથે ગણપતિને બનવાયા છે. જેમાં રૂપિયા એકની કુલ ૬૧૨ ચલણી નોટો, બે રૂપિયાના સિક્કા ૮૦૦ નંગ, રૂપિયા ૨૦૦૦ની ૫૦ નોટ, રૂપિયા ૫૦૦ની ૭૫ નોટ, રૂપિયા ૧૦ની ૭૦૦ નોટ, પાંચના સિક્કા ૬૦૦ નંગ, રૂપિયા ૫૦ની ૬૦૦ નોટ, રૂપિયા ૧૦૦ની ૧૦ નોટ, રૂપિયા ૨૦૦ની ૩૬૨ નોટ,રૂપિયા ૧૦ના સિક્કા ૨૦૦ નંગ મળી કુલ રૂપિયા ૨,૫૨,૦૦૦ /-નો ઉપયોગ થયો છે.

સુથાર ફળીયા યુવક મંડળના આયોજક વિજય પંચાલે કનેકટ ગુજરાત સાથેની મુલાકતમાં જણાવ્યુ છે કે આમારા માટે ગર્વની વાત છે કે ભકતો સુરત, વડોદરાથી દર્શનાર્થે આવે છે અને આરતી ઉતારવા માટે પણ ઉત્સુકતા દર્શાવે છે. આ ગણેશજીના દર્શના કરીને ભાવિક ભક્તજનો ભાવવિભોર થઇ જાય છે. ગણેશભક્તિની શ્રધા અને કળીયુગમાં જેની તે અઢળક લક્ષ્મીને જોયને દર્શનાર્થીઓ ગદગદિત થઇ જાય છે મંદીના સમયમાં ગણપતિજી ને નોટો તેમજ સિક્કાઓથી સજાવીને નવાજ રૂપ રંગ સાથે શણગાર સજેલા દર્શનાર્થીઓ પણ ગણેહ્સ ભક્તિમાં લીન બની ધન્યતા અનિભવે છે.

Next Story