Connect Gujarat
ગુજરાત

એકજ પંડાલમાં સ્થાપિત થયા છે ગણેશજી અને તાજીયા, જાણો કેમ આવું કર્યું

એકજ પંડાલમાં સ્થાપિત થયા છે ગણેશજી અને તાજીયા, જાણો કેમ આવું કર્યું
X

અંકલેશ્વરના તાડફળીયા એકતા કમિટી દ્વારા "કોમી એકતા"નો દાખલો બેસાડવા કોમી આ નિર્ણય લીધો.

અંકલેશ્વરના તાડફળીયા એકતા કમિટી દ્વારા "કોમી એકતા" દાખલો બેસાડવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. હિન્દુ અને મુસ્લિમ બંને કોમનાં તહેવાર એક સાથેજ આવતા હોવાથી નવો ચીલો ચાતર્યો છે. જેમાં એકજ ચોકમાં એકજ મંડપમાં એક તરફ શ્રીજીની સ્થાપના અને તેની બાજુમાં તાજીયાનું પણ સ્થાપન કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હિન્દૂ- મુસ્લિમની વસતી ધરાવતા તાડફળીયામાં હુસૈની ચોક ખાતે જોવા મળેલી અનોખી ઘટના દેશ-દુનિયા અનોખી મિશાલ ઉભી કરી રહી છે.

અંકલેશ્વર ચૌટાનાકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી કોમી એકતાનું ઉદાહરણ પુરી પડતી તાડફળીયાના રહીશો દ્વારા હિન્દૂ- મુસ્લિમ તહેવારો સંપીને ઉજવી રહ્યા છે. એક બીજાના ધર્મના ઉત્સવમાં બંને કોમ સહાય રૂપ થઇ રહ્યા છે. જેમાં વધુ એક ઉમેરો થતા ભાગ્યેજ જોવા મળતી ઘટના બની છે. તાડફળીયાના હુસૈની ચોકમાં 10 દિવસનું આતિસ્થ માણી રહેલા ગણેશજીના વિશાળ મંડપમાં માત્ર કાપડની આડ વચ્ચે આજુબાજુ ગણેશજી અને તાજીયા બેસાડવામાં આવ્યા છે. કોમી એકતાનું ઉદાહરણ પૂરું પડતા તાડફળીયાનાં તાજીયા કમિટી અને તાડફળીયા ગણેશ યુવક મંડળ દ્વારા સંયુક્ત પણે આ ઉત્સવનું આયોજન કર્યું છે. જેમાં ગણેશજીની આરતી પૂર્ણ થયા બાદ તાજીયાની મુસ્લિમ વિધિ પણ કરવામાં આવી રહી છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="65991,65992,65993,65994,65995,65996,65997,65998,65999,66000,66001,66002,66003,66004,66005,66006"]

તાજીયાનાં આયોજક પઠાન ગુલામ જીલાનીએ જણાવ્યું હતું કે, આપણું હિન્દુસ્તાન એક દેશ છે જેમા હિંદુ મુસ્લિમ ભાઈ એકજ દેશના નાગરિક છે. હળી મળીને કોમી એકતાના ભાવ સાથે આ ઉત્સવનું આયોજન સંયુક્ત કરી ભાઈચારાની ભાવના દર્શાવી છે.

તો ગણેશ મંડળનાં આયોજક ગુમાન વસાવાએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત મોહરમ અને ગણેજીનો ઉત્સવ એક સાથે આવ્યો છે. અમે ફળીયામાં હિંદુ મુસ્લિમ ભાઈઓ તાડ ફળીયા એકતા કમિટીના માધ્યમ થકી આયોજન કર્યું છે. ખાસ કરીને ભાઈચારાની ભાવના અને બંધુત્વ ભાવના વધે એજ અમારો આશય છે.

Next Story