ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત શ્રી ઉમિયા માતાજી મંદિરે શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ-ભરૂચની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ-ભરૂચ દ્વારા ગત તા. 2 ઓગસ્ટ-2026’ રવિવારના રોજ ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત શ્રી ઉમિયા માતાજી મંદિરે મંડળની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દિપ પ્રાગટ્ય કરી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી અને રાષ્ટ્રગીતના ગાન સાથે શરૂ કરવામાં આવી હતી.

સમગ્ર સભા દરમ્યાન સંસ્થાના હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ સાથે જ આગેવાનો દ્વારા સંસ્થાના હિસાબો સહિતની વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ-ભરૂચના પ્રમુખ રજનીકાંતભાઈ, ઉપપ્રમુખ નિલેશભાઈ, માનદ મંત્રી હિતેશભાઈ તેમજ સમાજના ભાઈઓ-બહેનોએ વાર્ષિક સાધારણ સભામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.