-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
શ્રી પરશુરામ સહકારી મંડળી દ્વારા આયોજન
-
વાર્ષિક સાધારણ સભાનું આયોજન
-
7 એજન્ડા કરાયા મંજુર
-
તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયુ સન્માન
ભરૂચની શ્રી પરશુરામ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં તમામ એજન્ડા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક ખાતે ‘ધી ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી લિ. ભરૂચ’ની વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભેર યોજાઈ. આ સામાન્ય સભા દરમિયાન મંડળીના હિતમાં રજૂ કરવામાં આવેલા તમામ સાત જેટલા મહત્વના એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મંડળીના પ્રમુખ શૈલેષભાઇ દવે, ઉપપ્રમુખ જાગેશ પંડ્યા અને અગ્રણી પ્રદીપભાઈ રાવલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીની આ વાર્ષિક સભામાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
