Home > Featured > અરવલ્લી: આવતીકાલે ખેડૂત સંગઠનોનું હાઇવે ચક્કાજામનું એલાન,જુઓ ગુજરાત બોર્ડર પર શું છે પરિસ્થિતી
અરવલ્લી: આવતીકાલે ખેડૂત સંગઠનોનું હાઇવે ચક્કાજામનું એલાન,જુઓ ગુજરાત બોર્ડર પર શું છે પરિસ્થિતી
BY Connect Gujarat5 Feb 2021 1:30 PM GMT

X
Connect Gujarat5 Feb 2021 1:30 PM GMT
ખેડૂત સંગઠનો દ્વારા 3 કૃષિ કાયદાના વિરોધમાં આવતીકાલે હાઇવે પર ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જીલ્લામાં ગુજરાત બોર્ડર પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
કિસાન યુનિયન દ્વારા આવતીકાલે હાઇવે ચક્કાજામના આપવામાં આવેલા આંદોલનને લઇને અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા આંતરરાજ્ય સીમા પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નાગરિકોને પણ પ્રકારની અડચણ ન થાય તે માટે જિલ્લા પોલિસ દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા છે. જિલ્લા પોલિસ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાને અડચણ કરનાર લોકો સામે પોલિસ દ્વારા કડક કાર્યવાહી કરવાની પણ વાત જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે કરી હતી
Next Story