Connect Gujarat
ગુજરાત

ટેકાના ભાવે વેચાણ માટે અરવલ્લીના લીંભોઇ ખરીદ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી કતારો

ટેકાના ભાવે વેચાણ માટે અરવલ્લીના લીંભોઇ ખરીદ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી કતારો
X

રવિ સીઝન ૨૦૧૮-૧૯ દરમિયાન ટેકાના ભાવે મગ, ચણા અને રાયડાની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા પુરવઠા નિગમને જવાબદારી સોંપી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ચણા તેમજ રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પણ ખરીદ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી કતા જોવા મળી હતી.

અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ઓનલાઈન રજીસ્ટ્રેશન હેઠળ ૯૨૮ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મોડાસાથી ૧૦ કિમી દૂર આવેલા લીંભોઇ કેન્દ્ર પર શરૂઆતમાં રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો મેસેજ કરવા છતાં ચણા બજારમાં ટેકાના ભાવ વધુ મળતા ખેડૂતો બરોબર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે ખુલ્લા બજારમાં વેચી દીધા હતા, પરંતુ માર્કેટયાર્ડમાં ચણાના ટેકાના ભાવ કરતા ખૂબ નીચા ભાવે વેપારીઓએ ખરીદી શરૂ કરતા ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી કતારો લાગી હતી. મેસેજ મળતાની સાથે ખેડૂતો વહેલી સવારે ૪ વાગ્યા થી લાઈનમાં લાગતા ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પહોંચી ગયા હતા, જોકે સમયસર ખરીદી ન થઇ હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ટેકાના ભાવે ચણાની ખરીદી સમય કરતાં મોડી થતાં વહેલી સવારે ટ્રેક્ટરની લાંબી લાઈનો જોવા મળી હતી.

Next Story