Connect Gujarat
Featured

અરવલ્લી : મોડાસામાં ગોડાઉનમાં ત્રાટકયાં તસ્કરો, પણ ત્યાં હતાં સીસીટીવી, જુઓ પછી તેમણે શું વાપર્યો આઇડીયા

અરવલ્લી : મોડાસામાં ગોડાઉનમાં ત્રાટકયાં તસ્કરો, પણ ત્યાં હતાં સીસીટીવી, જુઓ પછી તેમણે શું વાપર્યો આઇડીયા
X

મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ચોરી કરવા આવેલાં તસ્કરોએ સીસીટીવી કેમેરાથી બચવા ગજબનો આઇડીયા વાપર્યો હતો. કોરોનાથી બચવા લોકો માસ્કનો ઉપયોગા કરતાં હોય છે જ્યારે તસ્કરોએ સીસીટીવીથી બચવા માસ્કનો ઉપયોગ કર્યો હતો.

Click Here for Video : https://fb.watch/2RqG9pXOuB/

મોડાસા શહેરમાં તસ્કરોએ ઠંડી નો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. હજીરા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા અને ભંગારના ગોડાઉનમાં રહેલો એલ્યુમિનિયમ અને તાબાનો જથ્થો ચોરી ફરાર થયા. તસ્કરોએ મોડી રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપ્યો જેમાં 750 કિલોથી વધારે એલ્યુમિનિયમનો જથ્થો લઈને તસ્કરો પલાયન થઈ ગયા. ત્યારે અજબ વાત એ પણ છે કે તસ્કરોએ વિસ્તારમાં રેકી કરી અને ત્યારબાદ સીસીટીવી લાગ્યા હોવાનું ધ્યાને આવતા તસ્કરોએ સીસીટીવીને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.

સીસીટીવી ઢાંકવા માટે તસ્કરોએ માસ્કનો ઉપયોગ કર્યો પરંતુ તસ્કરો બીજા સીસીટીવીમાં નજરે ચઢ્યા. હાલ કોરોના વાયરસ થી બચવા માટે માસ્ક પહેરો ખૂબ જ જરૂરિયાત છે, ત્યારે તસ્કરોએ આ માસ્કનો ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ઉપયોગ કર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો હોય શકે .

Next Story