Home > Featured > અરવલ્લી: પોલીસકર્મીની માનવતાભરી કામગીરી, જિલ્લા પોલીસ વડાએ પણ પાઠવ્યા અભિનંદન,વાંચો વધુ
અરવલ્લી: પોલીસકર્મીની માનવતાભરી કામગીરી, જિલ્લા પોલીસ વડાએ પણ પાઠવ્યા અભિનંદન,વાંચો વધુ
BY Connect Gujarat2 Feb 2021 11:38 AM GMT

X
Connect Gujarat2 Feb 2021 11:38 AM GMT
અરવલ્લી પોલીસ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે. જેની પ્રતીતિ કરાવતા અનેક કિસ્સાઓ અને પ્રસંગો જીલ્લા પોલીસતંત્રમાં જોવા મળ્યા છે. માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશભાઇ કલાભાઇ નામના પોલીસકર્મીને ત્રણ મહિના અગાઉ સાતરડા નજીક અકસ્માત સ્થળેથી દોઢ તોલાની સોનાની ચેઇન મળી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ યુવક સારવાર કરાવી માલપુર પોલીસ સ્ટેશન પહોંચતા યુવકને સોનાની ચેઇન પોલીસકર્મીએ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી માનવતા મહેકાવી હતી. જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પોલીસકર્મીની પ્રામાણિકતાની સરાહના કરી હતી માલપુર પીઆઇ એફ એલ રાઠોડે પણ પોલીસકર્મીની પીઠ થાબડી હતી.
Next Story