Connect Gujarat
સમાચાર

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી 'ડાંગ એક્સ્પ્રેસ' સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ડાંગ એક્સ્પ્રેસ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક
X

સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક કરી છે. નારી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હોવાનું કહીને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

DySp તરીકે નિમણૂંક
ભારતની ગોલ્ડન ગર્લ ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ સામાન્ય પરિવારમાંથી આવે છે. ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની લાંબી સફર કરી હવે ગુજરાતની કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવાના સફર ઉપર જઈ રહ્યા છે. ત્યારે સરિતા ગાયકવાડને ગુજરાત પોલીસમા DYSP તરિકે નિમણૂંક કરવામાં આવી છે.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી..

Next Story