Connect Gujarat
Featured

બનાસકાંઠા : દાંતીવાડાના પ્રા. આરોગ્ય કેન્દ્રમાં લાલીયાવાડી, વીડીયો થયો વાયરલ

બનાસકાંઠા : દાંતીવાડાના પ્રા. આરોગ્ય કેન્દ્રમાં લાલીયાવાડી, વીડીયો થયો વાયરલ
X

રાજયમાં કોરોના વાયરસના કહેર વચ્ચે બનાસકાંઠાના દાંતીવાડાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તબીબ પોતાની મસ્તીમાં મસ્ત હોવાથી દર્દીઓની સારવારમાં વિલંબ થઇ રહયો હોવાનું વિડીયોમાં દેખાઇ રહયું છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલાં દાંતીવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાલીયાવાડી ચાલતી હોવાનો વિડીયો વાયરલ થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ સારવાર માટે સરકારી દવાખાનાઓ પર આધાર રાખતાં હોય છે પણ કેટલાય દવાખાનાઓમાં દર્દીઓ સ્ટાફના મનસ્વી વર્તનનો ભોગ બનતાં હોવાના કિસ્સાઓ સામે આવતાં હોય છે. દાંતીવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ ટીવી જોવામાં મશગુલ છે અને બહાર દર્દીઓ તેમનો વારો આવવાની રાહ જોઇ રહયાં હોવાનો વિડીયો વાયરલ થયો છે. કોઇ દર્દીએ વિડીયો ઉતારી વાયરલ કરી દેતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

Next Story