Connect Gujarat
Featured

બરોડાની ટીમ સૈયદ મુસ્તાક અલીની ફાઇનલમાં પહોંચ્યું; બરોડાએ IPLના 10 ખેલાડી ધરાવતી પંજાબની ટીમને હરાવી

બરોડાની ટીમ સૈયદ મુસ્તાક અલીની ફાઇનલમાં પહોંચ્યું; બરોડાએ IPLના 10 ખેલાડી ધરાવતી પંજાબની ટીમને હરાવી
X

સૈયદ મુસ્તાક અલી ડોમેસ્ટિક T-20 ટૂર્નામેન્ટના લીગ રાઉન્ડ અને નોકઆઉટ પછી તમિલનાડુ અને બરોડાની ટીમ ફાઇનલમાં પહોંચી છે. તમિલનાડુની ટીમ ગઈ સીઝનમાં રનરઅપ રહી હતી, ત્યાં બરોડાની ટીમ લીગ સ્ટેજથી આગળ જઈ શકશે તેવું પણ કોઈએ ધાર્યું નહોતું. ટૂર્નામેન્ટ જીતવા ફેવરિટ તમિળનાડુ અને અંડરડોગ બરોડાની ટીમ વચ્ચે 31 જાન્યુઆરીના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ફાઇનલ રમાશે.

બરોડા ટીમ પાસે પંડ્યા બ્રથર્સ અને દિપક હુડાના રૂપમાં ત્રણ સ્ટાર ખેલાડીઓ છે. જોકે, ઓસ્ટ્રેલિયામાં T-20 સીરિઝ રમ્યા પછી વર્કલોડ મેનેજ કરવા અને ફેમિલી સાથે સમય પસાર કરવા હાર્દિક પંડ્યા ટૂર્નામેન્ટમાં રમવાનો નહોતો. જ્યારે પિતાના નિધનના લીધે કૃણાલ પ્રથમ 3 દિવસ પછી જતો રહ્યો હતો.

તો બીજી તરફ, IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબ વતી દિપક હુડાએ કૃણાલ સાથે ઝગડો ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું હતું. આમ, બરોડાની ટીમ નિયમિત કેપ્ટન કૃણાલ સહિત 3 મુખ્ય ખેલાડીઓ ખેલાડી વગર ફાઇનલમાં પહોંચી. તેમણે સાબિત કર્યું છે કે મેદાનમાં મોટા ખેલાડીઓના નામ નહીં પરંતુ માત્ર કામ બોલે છે.

બરોડાએ સેમિફાઇનલમાં સૌથી મોટો અપસેટ સર્જતા IPLના 10 ખેલાડી ધરાવતા પંજાબને હરાવ્યું હતું. મોટેરા ખાતેની સેમિફાઇનલમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં બરોડાએ કેપ્ટન કેદાર દેવધરની શાનદાર ફિફટી થકી 20 ઓવરમાં 3 વિકેટે 160 રન કર્યા. કેદારે 49 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 64 રન કર્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 8 વિકેટે 135 રન જ કરી શકી હતી.

બરોડા ટીમ ચોથીવાર ફાઇનલમાં પહોંચી છે. સૈયદ મુસ્તાક અલીની શરૂઆત 2009થી થઈ હતી. 2011માં પંજાબને 8 રને હરાવી અને 2013માં ઉત્તરપ્રદેશને 3 રને હરાવી ચેમ્પિયન બન્યું હતું. જ્યારે 2015માં બરોડા ઉત્તરપ્રદેશ સામે 38 રને હાર્યું હતું.

Next Story