ભરૂચની આ શાળાએ અપનાવ્યો નવતર અભિગમ, જાણો શું છે વિગત

New Update
ભરૂચની આ શાળાએ અપનાવ્યો નવતર અભિગમ, જાણો શું છે વિગત

શાળા કંપાઉન્ડમાં રહેલા ઝાડમાં જ ગણેશજીનું સ્થાપન કરી ઉત્સવ મનાવાઈ રહ્યો છે

ભરૂચ શહેરનાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી કેજીએમ વિદ્યાલય દ્વારા ગણેશ ઉત્સવને લઈે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ શાળામાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ અહીં સ્થાપન કરાયેલા ગણેશજી ન તો પીઓપીનાં છે કે ન તો માટીનાં છે. પરંતુ સ્કૂલ કેમ્પસમાં આવેલાં એક વૃક્ષમાં ગણેશજીને પ્રતિકાત્મક રૂપે બિરાજિત કરવામાં આવ્યા છે. અને ત્યાં જ ગણેશજીની આરાધનાં કરવામાં આવી રહી છે.

કે.જી.એમ વિદ્યાલયમાં સ્થાપિત આ પ્રતિકાત્મક ગણેશજી વિશે પ્રતિક્રિયા આપતાં આયોજકોએ જણાવ્યું હતું કે, આજે દેસ અને દુનિયા જ્યારે પ્રદુષણનો સામનો કરી રહી છે. ત્યારે તહેવારમાં પણ અનાયાસે આપણે અનેક પ્રકારે પ્રદૂષણને પ્રોત્સાહન આપતા હોય છે. આવા સંજોગોમાં ઈકોફ્રેન્ડલી તહેવાર ઉજવવા માટેનો આ પણ એખ રસ્તો છે કે કોઈ મૂર્તિને પ્રસ્થાપિત કર્યા વિના આવા જીવીત વૃક્ષમાં પણ તેનું સ્થાપન કરી પૂજા અર્ચના કરી શકાય છે. અને સમાજમાં એક નવો મેસેજ પણ આપી શકાય. આવું કરવાથી બાળકોનાં માનસમાં પોઝીટીવ વિચાર આવશે અને આવનારી ભાવિ પેઢી પ્રકૃતિને બચાવવા માટે આગળ આવશે.

Latest Stories