ભરૂચ : ઝનોર ગામેથી ગાંજાના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા, SOG પોલીસે રૂ. 1.15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

New Update
ભરૂચ : ઝનોર ગામેથી ગાંજાના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા, SOG પોલીસે રૂ. 1.15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

ભરૂચ જિલ્લાના ઝનોર ગામ નજીકથી ઇકો કારમાં લઈ જવાતા ગાંજાના જથ્થા સાથે SOG પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી છે. જેમાં કુલ કિંમત રૂપિયા 1.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસ મથકનો સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબના પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ઝનોર ગામથી ધર્મશાળા ગામ જવાના માર્ગ ઉપર GJ 16 BB 6346 નંબરની ઇકો કાર આવતા પોલીસે તેને થોભાવી હતી, ત્યારે કારમાં તપાસ કરતા તેમાંથી 2 કિલો 415 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો, ઇકો કાર તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા 1.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે પોલીસે વલણ ગામના પાદરી ફળિયામાં રહેતા જાવેદ ઉસ્માન ફૂડ પટેલ અને ઇનાયત યુનુસ જમાદારની ધરપકડ કરી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories