દેવાધિદેવ મહાદેવની ભક્તિનો માસ એટલે શ્રાવણ માસમાં શિવભક્તો શિવની વિશેષ રૂપે આરાધના પૂજન કરતાં હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરથી 35 કિલોમીટરના અંતરે આવેલ નાડા ગામ, જ્યાં પહેલાના સમયમાં અઢારનાથ નામના યોગી તપસ્વી સાધુ થઈ ગયા, અને તેમના પણ પરચા હતા. ઢાઢર નદી કાંઠે રામચંદ્રજીએ 3 શિવલિંગ સ્થાપેલા તેમાનું આ દેવજગન સ્થળ પાંડવો દ્વારા નાડા ગામે યજ્ઞ કર્યો, ત્યારે દેવોએ પધરામણી કરી યજ્ઞમાં ભાગ લીધો હતો. ત્યારથી આ સ્થળ દેવજગન તરીકે ઓળખાયું. મહાભારતમાં જાંબુ માર્ગનો ઉલ્લેખ છે, તેનો સંબંધ જંબુસર સાથે છે.
તે રસ્તો જંબુસર પાસેથી નિકળતો હતો. કાશ્મીરના જમ્મુ જસરોટાના બ્રાહ્મણ આવ્યા, જે જાંબુ રાહી ગયા અને નગર વસાવ્યું. જંબુસરના દેવજગનમાં આવેલ સેંકડો વર્ષનું આયુષ્ય ધરાવતું રૂખડો નામનું વૃક્ષ છે, જે ભરૂચ જીલ્લામાં ફક્ત 2 સ્થળે છે. આ વૃક્ષમાં થતા ફુલ જેમાં શિવલિંગ તથા 5 પાન છે. જેને પાંડવોનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરની બાજુમાં આવેલ તળાવ એ દેવો દ્વારા કરવામાં આવેલ યજ્ઞનો યજ્ઞ કુંડ છે. આ કુંડમાં દરેક પશુના દૂધનો અભિષેક કરાયો હતો, ત્યારથી દરેક પશુનું દૂધ ઉપયોગમાં આવે છે. ભાવિક ભક્તો અહી શ્રાવણ માસ નિમિત્તે દર્શન પૂજન માટે ઉમટી પડે છે. પ્રતિવર્ષની જેમ શ્રાવણ માસની અમાસે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
