Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વાતરસા-કોઠી ગામની છાત્રાએ રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં પ્રતિનિધિત્વ કર્યું, જિલ્લાનું ગૌરવ વધાર્યું

ભરૂચ : વાતરસા-કોઠી ગામની છાત્રાએ રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં પ્રતિનિધિત્વ કર્યું, જિલ્લાનું ગૌરવ વધાર્યું
X

ભરૂચ જિલ્લાના આમોદ

તાલુકાના વાતરસા-કોઠી ગામની પટેલ હફસાએ રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં જિલ્લા

કક્ષાનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધારતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. ગત

23મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી સુધી ગાંધીનગર સ્થિત GCERT દ્વારા આયોજીત રાજ્યકક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના તમામ જીલ્લાઓમાંથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો

સુંદર મેળાવડો યોજાયો છે.

આમોદ તાલુકાના વાતરસા-કોઠી ગામની પ્રાથમિક શાળામાં

અભ્યાસ કરતી છાત્રા પટેલ હફસા મહંમદ જુબેરે કાવ્ય લેખન વિભાગમાં સમગ્ર ભરૂચ

જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ સિધ્ધિ પ્રાપ્ત કરી તેણીએ સમગ્ર જિલ્લા

ઉપરાંત વાતરસા-કોઠી ગામ અને ટંકારીઆ ગામનું નામ રાજ્ય સ્તરે ચમકાવ્યું છે. હફસાએ

બહુમાન પ્રાપ્ત કરતા હફસા પર ગામ પરગામથી શુભેચ્છાના સંદેશા મળી રહ્યા છે. ભરૂચના એક નાનકડા ગામની છાત્રાએ ભરૂચ જિલ્લાનું નામ

રોશન કરતા વાતરસા કોઠી ગામમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story