ભરૂચના લાલબજાર વિસ્તારમાં બે મિત્રો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં મારક હથિયારો ઉછળતાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેઓને ખાનગી વાહન મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે દાખલ કરાયા હતા .મારામારીની ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ ઉપર પણ વાતાવરણ ગરમાયું હતું. જેના પગલે સિવિલ હોસ્પિટલ ઉપર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
ભરૂચના લાલબજારના ચુનારવાડ વિસ્તારના બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ મારક હથિયારો ઉછળ્યા હતા. જેમાં બન્ને ગૃપ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.જેમાં બે સગા ભાઈ અને એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં એક ગંભીર રીતે ઘવાયેલા મહંમદ અયુબ અબ્દુલહમીદ શેખને ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યા હતા જ્યારે અન્ય ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવનું સાચું કારણ જાણવા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.