Connect Gujarat
Featured

ભરૂચ : આમોદ પંથકમાં મેઘમહેરથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ, જનજીવન ખોરવાયું

ભરૂચ : આમોદ પંથકમાં મેઘમહેરથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ, જનજીવન ખોરવાયું
X

ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે આસપાસના ગામોમાં વાહન વ્યવહારને મોટી અસર થઈ હતી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ભરૂચ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આમોદ પંથકના માર્ગોની પરિસ્થિતિ ખૂબ દયનીય બની હતી. આમોદથી દહેજ તરફ જતાં માર્ગ ઉપર આછોદ ગામ નજીક નાનો બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઇ જવા પામ્યો હતો.

આમોદથી બુવા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળતાં આછોદવાસીઓ ઘેરા સંકટમાં મુકાયા હતા. પુરસાથી આમોદ જવાના માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા જનજીવન ખોરવાયું હતું. એકધારા વરસી રહેલા વરસાદના કારણે ચારેબાજુએ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે પાણી ભરાવા સામે મછાસરા ગામે મત્સ્યઉદ્યોગ માટે શરૂ કરાયેલા તળાવો તેનું મુખ્ય કારણ હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Next Story